શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ભારતીય શેરબજાર મજબૂત વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયું. બંધ હરાજી સત્ર પછી, બજારમાં સતત બીજા દિવસે વધારો જાવા મળ્યો. ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ખાનગી બેંકિંગ શેરોમાં મજબૂત ખરીદીને કારણે મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો. વધુમાં, બજાર સ્થીરતા દર્શાવતો ભારત વીઆઇએકસ પણ ૪.૩૩% ઘટ્યો.
ટ્રેડિંગના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ ૩૧૫ પોઈન્ટ અથવા ૦.૪૩% વધીને ૭૩,૮૯૬ પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી ૭૭ પોઈન્ટ અથવા ૦.૩૪% વધીને ૨૩,૧૪૧ પર પહોંચ્યો. એકંદર બજાર વલણ સકારાત્મક રહ્યું. દિવસ દરમિયાન કુલ ૨,૧૮૦ શેરોમાં સુધારો જાવા મળ્યો, જ્યારે ૧,૯૬૨ શેરોમાં ઘટાડો થયો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૧૫% નો નજીવો વધારો જાવા મળ્યો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૧૪% ઘટાડો થયો.
નિફ્ટી હીટમેપ મુજબ, આજે ખાનગી બેંકો અને ઓટો સંબંધિત શેરોમાં વધારો જાવા મળ્યો. એકસીસ બેંક ૩.૦૩% વધીને ૧,૨૨૨.૪૦ પર બંધ થયો. એશિયન પેઇન્ટ્‌સનો શેર પણ ૨.૧૪% વધ્યો, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૫% વધીને ૩,૦૩૫.૦૦ પર બંધ થયો. બજાજ ફાઇનાન્સ ૧.૫૨% વધીને અને એચસીએલ ટેક ૧.૧૬% વધીને ૪,૮૮૪.૦૦ પર બંધ થયો. અને ઇÂન્ડગો ૧.૦૨% વધીને ૪,૯૪૦.૦૦ પર બંધ થયો.
તેજીભર્યા સેન્ટીઇમેન્ટ વચ્ચે, કેટલાક હેવીવેઇટ અને હેલ્થકેર શેર દબાણ હેઠળ આવ્યા.ઇન્ફોસિસ પણ ૧,૦૦૦.૨૦ પર બંધ થયો, જે ૧.૪૧% ઘટીને. વધુમાં ઓએનજીસી ૧.૩૧%, ટીસીએસ ૦.૨૪% ઘટીને બંધ થયો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી રિયલ્ટી ૦.૭૧% વધીને ૮૬૭.૫૦ પર બંધ થયો. ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રોમાં પણ લગભગ ૦.૯% નો વધારો નોંધાયો. નિફ્ટી બેંક (+૦.૧૫%), નિફ્ટી એફએમસીજી (+૦.૨૧%), અને નિફ્ટી એનર્જી (+૦.૧૫%) પણ લીલા નિશાનમાં રહ્યા.