રાજ્યમાં ૭૧ નગરપાલિકાઓમાં માર્ચ ૨૦૨૬ સુધીમાં ટર્મ પૂર્ણ થનાર છે. જેથી નગરપાલિકાઓની કામગીરી સુચારુ રૂપે ચાલે તે માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટદારો આવશ્યક સેવાઓ અને અગાઉ મંજૂર કરવામાં આવેલા હોય તેવા કામોના વર્ક ઓર્ડર આપી શકશે. અમરેલી જિલ્લામાં પણ અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા અને દામનગર નગરપાલિકાની ૧પ માર્ચના રોજ મુદ્દત પુરી થશે. જેમાં અમરેલી અને સાવરકુંડલા નગરપાલિકાના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીઓની નિમણૂક કરાઈ છે જ્યારે બગસરા,બાબરા અને દામનગર નગરપાલિકા માટે મામલતદારોને વહીવટદાર તરીકેની સત્તાઓ સોંપવામાં આવી છે.