અમરેલી શહેરના ટેલીફોન ક્વાર્ટર નંબર ૧૭૨ ખાતે અખિલ ભારતીય કોળી સમાજના મંત્રી અને સામાજિક કાર્યકર સુનિલભાઈ ઝિંઝુવાડીયા દ્વારા ગરીબ બાળકોને વસ્ત્ર દાન કરવાનો એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આંગણવાડી વર્કર ભારતીબેન ડાબસરા તથા તેડાગર બહેન પાયલબેન ત્રાડ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુનિલભાઈ ઝિંઝુવાડીયા અવારનવાર ફ્રુટ વિતરણ, અન્નદાન અને વસ્ત્રદાન જેવી પરોપકારી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે