ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમાવો જાવા મળી રહ્યો છે. ખાસ કરીને આપમાં આંતરિક મતભેદો અને રાજીનામાની ઘટનાઓને લઈને રાજકીય ચકચાર મચી છે. આ પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતા પ્રતાપ દુઘાતએ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે.
પ્રતાપ દુધાતે ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધતા કહ્યું કે ગોપાલ ઈટાલિયા ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીને “સાફ” કરીને પોતે પણ “ઝાડુ મારી” (ભાજપ)માં જાડાઈ શકે છે. તેમણે દાવો કર્યો કે જનતાએ હવે આ રાજકીય ખેલને સમજવાની જરૂર છે.
તાજેતરમાં આપમાંથી રાજીનામું આપનારા ખેડૂત નેતા રાજુ કરપડાનો ઉલ્લેખ કરતાં દુધાતે જણાવ્યું કે વિસાવદરની ચૂંટણી દરમિયાન કરપડાએ મોટા દાવા કર્યા હતા, પરંતુ આજે તેમની રાજકીય સ્થિતિ  બદલાઈ ગઈ છે.
તેમણે વધુમાં દાવો કર્યો કે હાલની રાજકીય પરિસ્થિતિ ને જાતા ઈશુદાન ગઢવીની પણ આવી જ પરિÂસ્થતિ બની શકે છે. દુધાતે આશંકા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં ઈશુદાન ગઢવીને પણ રાજકીય નુકસાન ભોગવવું પડી શકે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપ્યા બાદ ૧૨ ફેબ્રુઆરીએ યોજાયેલી પત્રકાર પરિષદમાં પક્ષના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.તેમણે જણાવ્યું કે કેટલીક નેતાઓની માનસિકતા એવી હતી કે તેઓ જેલમાંથી બહાર ન આવે. કરપડાના કહેવા મુજબ, જેલવાસ દરમિયાન પક્ષ તરફથી યોગ્ય કાનૂની મદદ કે સારા વકીલની વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી અને ખેડૂતોને પણ પૂરતી કાનૂની સહાય મળી નહોતી. આ સમગ્ર ઘટનાક્રમને લઈને ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર તીવ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.