૩૩ GAS અધિકારીઓની સિનિયર સ્કેલમાં બઢતી આપતી રાજય સરકાર
ગાંધીનગર,તા.૧૩
રાજ્ય સરકારે GAS કેડરના ૩૩ અધિકારીઓને સિનિયર સ્કેલ (લેવલ-૧૨, પગાર માળખું રૂ.૭૮,૮૦૦–૨,૦૯,૨૦૦)માં પ્રમોશન આપતું નોટિફિકેશન જાહેર કર્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ તમામ અધિકારીઓને સિલેક્શન સ્કેલ (લેવલ-૧૩)માં ઉન્નત કરી હાલની જ જવાબદારીઓ પર યથાવત્ રાખવામાં આવ્યા છે.પ્રમોશન મેળવનાર અધિકારીઓમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, રેસિડન્ટ એડિશનલ કલેક્ટર, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ડેપ્યુટી કમિશનર, એડિશનલ કલેક્ટર સહિતના મહત્વના હોદ્દા પર કાર્યરત અધિકારીઓનો સમાવેશ થાય છે. મોરબી, ખેડા, પંચમહાલ-દાહોદ, વડોદરા, અમદાવાદ, વલસાડ, બનાસકાંઠા, કચ્છ, જૂનાગઢ, રાજકોટ, નર્મદા સહિત વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને લાભ મળ્યો છે. સચિવાલય ગાંધીનગર ખાતે કાર્યરત કેટલાક પર્સનલ સેક્રેટરી અને વિભાગીય અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી છે.