રાજુલા શહેરના જોટંગીયા પરિવારના મોભી સ્વ. પ્રવિણભાઈ લલ્લુભાઈની ચોથી માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજુલા અને અમદાવાદમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. અમરેલી જિલ્લા વાણંદ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ જોટંગીયાની સ્મૃતિમાં તા. ૧૩/૦૨/૨૦૨૬ના રોજ રાજુલાની સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓ, હોસ્પિટલ સ્ટાફ અને ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે અમદાવાદ ખાતે તેમના વિસ્તારમાં પણ ફ્રૂટ વિતરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડા. જેઠવા, ડા. કલસરિયા, ડા. વરુ, હરિભાઈ વાઘેલા, વેપારી અગ્રણી મનીષભાઈ વાઘેલા, અશોકભાઈ નારીગરા, યોગેશભાઈ કાનાબાર, જસુભાઈ ગોસ્વામી, વિશ્વ હિંદુ પરિષદના યુવરાજભાઈ, ગૌરાગભાઈ, ભરતભાઈ વાજા, લક્ષ વ્યાસ, કેતન દવે તેમજ પત્રકાર મિત્રો કનુભાઈ વરૂ, યોગેશભાઈ કાનાબાર, ધર્મેશભાઈ, જગદીશભાઈ જાખરા સહિતના મહાનુભાવોએ પરિવારના કાર્યને બિરદાવ્યું હતું.