સામાજિક વનીકરણ વિભાગની વિસ્તરણ રેન્જ-લાઠી દ્વારા ૨ ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ વેટલેન્ડ ડે’ નિમિત્તે વિશેષ
જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના દુધાળા તળાવ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અકાળા હાઈસ્કૂલ અને નાના રાજકોટ પ્રાથમિક શાળાના કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને જળપ્લાવિત વિસ્તારો (વેટલેન્ડ્‌સ) નું પર્યાવરણીય મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ તળાવ કિનારે વિવિધ પક્ષીઓનું નિરીક્ષણ કરી પ્રકૃતિ સાથે સમય વિતાવ્યો હતો.