અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે ગ્રામ્ય સમૃદ્ધિ અને જળ સુરક્ષાના સંકલ્પ સાથે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ગામમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ પાણીના મહત્વ વિશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “પાણી એ કુદરતની અમૂલ્ય સંપત્તિ છે. ચેકડેમ એ માત્ર સિમેન્ટ અને કોંક્રિટનું માળખું નથી, પણ ગામની સમદ્ધિની જીવાદોરી છે. આ કાર્યક્રમમાં ગામના સરપંચ હિમતભાઈ મકવાણા, જિલ્લા પંચાયત સભ્ય ધીરુભાઈ માયાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હસુભાઈ બાબરિયા, સરપંચ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ક્યાડાએ હાજરી આપી હતી.








































