શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, અમરેલી વિભાગ દ્વારા તા. ૩૦-૦૧-૨૦૨૬ના રોજ બગસરા ખાતે આવેલી શાળા નંબર–૩ માં ફાયર સેફ્‌ટી અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિભાગના કર્મચારીઓ, ગઢવી હરિક્રુષ્ણ, શ્રીબાંભણીયા હિમતકુમાર તથા શ્રી ઇસોટીયા જયદીપભાઇ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફને બેઝિક ફાયર અવરનેસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગના પ્રકારો, આગ લાગવાની જુદી જુદી પરિસ્થિતિઓમાં અલગ અલગ અગ્નિશામક સાધનોના ઉપયોગ અંગે માહિતી આપી વિદ્યાર્થીઓની હાજરીમાં લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત, તા. ૨૯-૦૧-૨૦૨૬ના રોજ શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬ અંતર્ગત સાવરકુંડલા તાલુકાની પ્રાથમિક શાળા નંબર–૩ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલા તાલુકા બ્રાન્ચના પ્રતિનિધિ મેહુલભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફને પ્રાથમિક સારવાર (First Aid) અંગે થિયરીકલ તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ઈજા, રક્તસ્ત્રાવ, બેભાન થવાની સ્થિતિ તેમજ અચાનક બિમારી જેવી પરિસ્થિતિઓમાં કેવી રીતે તાત્કાલિક અને યોગ્ય પ્રાથમિક સારવાર આપવી તેની વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, તા. ૨૭-૦૧-૨૦૨૬ના રોજ શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬ અંતર્ગત સાવરકુંડલા તાલુકાની શ્રી આદસંગ પ્રાથમિક શાળા ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સો જેટલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફને ૧૦૮ ઈમરજન્સી સેવા કેવી રીતે કાર્ય કરે છે, ઇમરજન્સી સમયે તેની ભૂમિકા તથા સેવામાં ઉપયોગમાં લેવાતા અધતન ઉપકરણો અંગે માહિતી આપવામાં આવી હતી અને ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું