રશિયાએ દક્ષિણ યુક્રેનિયન શહેર ઓડેસામાં બંદર માળખા પર મોટો હુમલો કર્યો છે. આ મિસાઇલ હુમલામાં આઠ લોકો માર્યા ગયા અને ૨૭ ઘાયલ થયા. યુક્રેનની કટોકટી સેવાએ શનિવારે સવારે આ ભયાનક હુમલાની જાણ કરી. સેવાએ ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે બસમાં સવાર કેટલાક મુસાફરો પણ ઘાયલ થયા છે. રાત્રે બંદર પર થયેલા હુમલાનું કેન્દ્ર બસ હતી. પા‹કગમાં પાર્ક કરેલા એક ટ્રકમાં પણ આગ લાગી હતી અને ઘણી કારને પણ નુકસાન થયું હતું.ઓડેસા પ્રદેશના વડા ઓલેહ કિપરે જણાવ્યું હતું કે ઓડેસા બંદર પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. જવાબમાં, યુક્રેનિયન દળોએ ડ્રોનથી રશિયન યુદ્ધ જહાજ અને અન્ય સુવિધાઓને નિશાન બનાવી હતી. યુક્રેનના જનરલ સ્ટાફે શનિવારે એક નિવેદનમાં રશિયન હુમલા અને વળતો હુમલો કરવાની પુષ્ટિ કરી હતી. ટેલિગ્રામ મેસેજિંગ એપ પર પોસ્ટ કરાયેલા એક નિવેદન અનુસાર, શુક્રવાર રાત્રે થયેલા હુમલામાં રશિયન યુદ્ધ જહાજ “ઓખોટનિક” ને નિશાન બનાવવામાં આવ્યું હતું. જહાજ કેસ્પિયન સમુદ્રમાં તેલ અને ગેસ ઉત્પાદન પ્લેટફોર્મ નજીક પેટ્રોલિંગ કરી રહ્યું હતું.હુમલાને કારણે થયેલા નુકસાનની હદ હજુ સ્પષ્ટ નથી અને તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કેસ્પિયન સમુદ્રમાં ફિલાનોવ્સ્કી તેલ અને ગેસ ક્ષેત્રના એક ડ્રિલિંગ પ્લેટફોર્મને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ સુવિધા રશિયન તેલ જાયન્ટ લુકોઇલ દ્વારા સંચાલિત છે. યુક્રેનિયન ડ્રોને ક્રિમીઆના ક્રાસ્નોસેલ્સ્કી પ્રદેશમાં એક રડાર સિસ્ટમને પણ નિશાન બનાવી હતી, જેને રશિયાએ ૨૦૧૪ માં યુક્રેનથી ગેરકાયદેસર રીતે કબજે કરી હતી.આ દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક નિવેદનમાં કહ્યું કે તેઓ શરતો સાથે યુક્રેનમાં યુદ્ધ બંધ કરવા તૈયાર છે. જા યુક્રેન આવતા વર્ષે શાંતિથી રહેવા માંગે છે, તો તેણે શાંતિ મંત્રણાની શરતો છોડી દેવી પડશે અને રશિયાના કબજા હેઠળના પ્રદેશો પરના પોતાના દાવાઓ છોડી દેવા પડશે.









































