રાજ્ય સરકાર દ્વારા ખેતી કાર્યોને ઝડપી બનાવવા માટે ઉપયોગી એવા ‘સનેડો’ સાધનની ખરીદી પર મળતી નાણાકીય સહાયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. મંત્રી કૌશિક વેકરિયાની રજૂઆતને ધ્યાને લઈને કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ સહાય અંદાજે ત્રણ ગણી વધારી દીધી છે. અગાઉ વર્ષ ૨૦૨૫-૨૬માં આ યોજના હેઠળ કુલ ખર્ચના ૨૫% અથવા રૂ.૨૫,૦૦૦ માંથી જે ઓછું હોય તે સહાય મળતી હતી. હવે વર્ષ ૨૦૨૬-૨૭ના નવા બજેટ મુજબ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાન્ય વર્ગના નાના, સીમાંત કે મહિલા ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૭૫,૦૦૦ માંથી જે ઓછું હોય તે સહાય મળશે. આ સિવાયના અન્ય સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૬૦,૦૦૦ માંથી જે ઓછું હોય તે મુજબ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે આ યોજનામાં રૂ.૩૫,૦૦૦ થી રૂ.૫૦,૦૦૦ સુધીનો મોટો વધારો કરીને ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે






































