અમરેલી ડેપોની એસટી બસ અમરેલી-જાફરાબાદના કંડકટર રાઠોડ તેજલબેનને એક પાકીટ મળ્યું હતું, જેમાં રોકડ રકમ અને મહત્વના કાગળો હતા. આ બસમાં બે બહેનો રવિવારે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ પાકીટ બસમાં પડી ગયેલું અને તે કંડકટર તેજલબેનને મળ્યું હતું. આ બસ રાજુલા એસટી ડેપોમાં આવતા ત્યાં બે બહેનો દ્વારા ડ્રાઇવર અને કંડકટરને પાકીટ અંગે પૂછપરછ કરી હતી. આથી તેમણે આ પાકીટની ખરાઇ કરીને ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર કશુભાઈની રૂબરૂમાં આ પાકીટ તેણે બંને બહેનોને સુપ્રત કર્યું હતું.









































