બાબરામાં હોમગાર્ડ યુનિટના શૌર્યવાન જવાનો શનિરાજ ભટ્ટી અને કિશન રાઠોડ દ્વારા રાત્રિ ફરજ દરમિયાન ચોરીના ઇરાદે ઘુસેલા ચાર ઈસમોને પોતાના જીવને જોખમમાં મૂકીને ભગાડવાના સાહસિક કાર્ય બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ શૌર્યપૂર્ણ કામગીરી બદલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિત મહેતાના હસ્તે બંને જવાનોને બિરદાવવામાં આવ્યા હતા.








































