શ્રીવિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલાના યજમાનપદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું ત્રિદિવસીય જ્ઞાનસત્ર તારીખ ૧૯, ૨૦ અને ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ભવ્ય રીતે યોજાનાર છે. આ ઐતિહાસિક આયોજન શ્રી રામજી અમરશી સેનિટોરિયમ ખાતે થશે. આ શહેર હાસ્યકાર રતિલાલ બોરીસાગરની સ્મૃતિઓ, જોગીદાસબાપુ ખુમાણની વિરાસત અને ધાર્મિક આશ્રમોની તપોભૂમિથી ગૌરવવંતુ છે. જ્ઞાનસત્રનું આયોજન વિશ્વ વંદનીય પ.પૂ. મોરારીબાપુના આશીર્વાદ સાથે થઈ રહ્યું છે. જ્ઞાનસત્ર દરમિયાન કળા-સાહિત્ય પર ચર્ચાસત્રો, સંગીત રાત્રિ, જુની રંગભૂમિના ગીતોની પ્રસ્તુતિ અને કવિ સંમેલન યોજાશે.






































