ઘઉંનું બીજ ઉત્પાદન: રોગિંગ:
બીજ ઉત્પાદન પ્લોટમાં બીજની આનુવંશિક તેમજ ભૌતિક શુધ્ધતા જાળવવા માટે સૌથી અગત્યની કામગીરી રોગિંગની છે. પ્લોટમાં રોગિંગનું કાર્ય જેટલી કાળજી અને ચીવટ રાખી કરવામાં આવે તેટલી જ બિયારણની શુધ્ધતા અને ગુણવત્તા વધે છે. રોગિંગનું કાર્ય, કુશળ મજૂરો દ્વારા, ખેડૂતોએ જાતે કે બીજ પ્લોટ લેનાર સરકારી કે ખાનગી સંસ્થાએ પાકમાં ફૂલકાળ અવસ્થા શરૂ થાય તે પહેલાં શરૂ કરી, ૨ થી ૩ વખત ઘનિષ્ટ રીતે કરવું જોઈએ. બીજ પ્લોટમાં ઘઉંની જે જાતનું વાવેતર કરેલ હોય તે જાતના છોડ રાખી તે સિવાયના વિજાતીય કે શંકાશીલ જૂદા પડતાં છોડ, રોગિંગ દરમ્યાન ઉપાડી નાખવા. વિજાતીય છોડ, અથવા મોડા પાકતાં, ઉંચા-નીચા, લાંબી-ટૂંકી ડુંડીવાળા, ડુંડીના રંગમાં અને મૂછોમાં જુદા પડતા છોડ વગેરે મુખ્યત્વે જોવા મળતા હોય છે. આવા જુદા પડતાં છોડ રોગિંગ દરમ્યાન દૂર કરવા. ઘઉંના રોગિષ્ટ છોડ રોગિંગ દરમ્યાન ઉપાડી નાખવા. આ ઉપરાંત ઘઉં સિવાયના અન્ય પાકના છોડ તેમજ નિંદામણના છોડ હોય તો તે પણ ઉપાડી નાખવાં. ઘઉના પ્લોટમાં રોગિંગ ત્રણ થી ચાર અવસ્થાએ ક૨વું જોઈએ.
ડુંડી આવતા પહેલાં વાનસ્પતિક વૃધ્ધિમાં અલગ પડતા અને ઊંચા છોડ કાઢી નાખવા, વધુ પડતા નીચા છોડ હોય તો પણ કાઢી નાખવા.
ડુંડી આવવાની અવસ્થાએ વધુ વહેલાં અથવા વધુ મોટી ડુંડીવાળા છોડ કાઢી નાખવા.
ડુંડી આવ્યા પછી તેનો આકાર, કદ, લંબાઈ વળાંક વગેરે ધ્યાને રાખી અલગ પડતા છોડ કાઢી નાખવા.
પાક પાકતાં પહેલાં લોજીંગ થાય તે પહેલાં ફરી રોગિંગ કરવું.
ડુંડી આવે ત્યારે ઘઉં જેવા જ દેખાતા છોડ પણ (ડુંડી ગિલીડંડા જેવી હોય તેવા છોડ) નિંદણનાં હોય છે, તેને દુ૨ ક૨વા.
ક્ષેત્રિય નિરીક્ષણ:
ઘઉંના પ્રમાણિત બીજ ઉત્પાદન પ્લોટમાં ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સીના તાંત્રિક કર્મચારીઓ દ્વારા ઓછામાં ઓછા બે વખત, પાકમાં ડુંડી નીકળવાની અવસ્થાથી, પાકની કાપણી સુધીમાં ક્ષેત્રિય નિરીક્ષણ દ૨મ્યાન વાવેતર વિસ્તાર, વાવેતર સમય, એકલન (આઈસોલેશન) અંત૨, વિજાતીય છોડ, અંગારીયાવાળા છોડ અને જુદા ન પાડી શકાય તેવા પાક (જવ, ઓટ, ટ્રિટિકલ વગેરે) ના છોડના પ્રમાણની ચકાસણી કરવામાં આવે છે. જે વખતે બીજ ઉત્પાદકે હાજ૨ ૨હેવું અને વખતોવખત જે સૂચનાઓ આપે તેનો અમલ કરવો.
કાપણી અને સંગ્રહ:
બીજ ઉત્પાદન પ્લોટમાં ઘઉં પાકયે તેની સમયસ૨ કાપણી ક૨વી એ ખૂબ જ જરૂરી છે. જયારે ઘઉં પીળા થઈ જાય ત્યારે વહેલી સવારે અને મોડી સાંજે કાપણી ક૨વી. કાપણી કર્યા પછી તેના નાના-નાના પૂળા બાંધવા. ઘઉ સુકાયા પછી ડુંડીઓમાંથી દાણા છૂટા પાડવા થ્રેશરનો ઉપયોગ ક૨વો. થ્રેશરને અગાઉ બરાબર સાફ કરી, તેને નિયત ગતિએ ચલાવવું જેથી બીજ ભાંગી ન જાય. થ્રેશિંગ સમયે અન્ય જાતના બીજનું મિશ્રણ ન થાય તેની ખાસ કાળજી રાખવી. બીજનું ગ્રેડિંગ કરી, સૂર્યના તાપમાં તપાવવા. બીજમાં ૮ થી ૧૦ ટકા જેટલો ભેજ ૨હે ત્યાં સુધી સૂકવવા અને ત્યાર બાદ બીજને જંતુરહિત કંતાનના નવા કોથળામાં ભરી, જયાં જીવાત કે ઉંદ૨નો ઉપદ્રવ ન હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ ક૨વો.
બીજ પ્રમાણન પ્રક્રિયા: બીજ પ્રમાણન માટે બીજની આનુવંશિક અને ભૌતિક શુધ્ધતાનાં ધો૨ણોની માત્રા નક્કી હોય છે. તેવા ધો૨ણોવાળું બીજ એજન્સી દ્વારા પ્રમાણિત ક૨વામાં આવે છે.
આનુવંશિક (જનીનિક) શુધ્ધતાનાં ધોરણો: આનુવંશિક શુધ્ધતાની ચકાસણી ક૨વા માટે ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી દ્વારા પોતાના ગ્રો આઉટ ટેસ્ટ ફાર્મ ૫૨ અથવા અન્ય રાજયના ફાર્મ ૫૨, સર્ટિફાઈડ અને ફાઉન્ડેશન બીજના પ્રતિનિધિત્વ ધરાવતા નમૂનાને ઉગાડી, જે તે જાતનાં લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે. ઘઉં પાકમાં જનીનિક શુધ્ધતાનાં ધો૨ણો ફાઉન્ડેશન બીજ માટે ઓછામાં ઓછા ૯૯ ટકા અને સર્ટિફાઈડ બીજ માટે ઓછામાં ઓછા ૯૮ ટકા નિયત થયેલા છે. જો ગ્રો આઉટ ટેસ્ટ દ૨મ્યાન બીજ, ઉપરોકત નિયત ધારાધો૨ણો મુજબનું માલૂમ પડે તો તે બીજ લોટને પ્રમાણિત ક૨વામાં આવે છે.
જીરૂ ભૂકી છારોનાં નિયંત્રણ માટે:
• સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૨૫ કિ.ગ્રા. / હે. પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો.
• રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
• ભૂકી સ્વરૂપે ગંધકને બદલે પંપમાં છંટકાવ કરવા માટે દ્રાવ્ય ગંધક ૮૦ વે.પા. ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૨ થી ૩ છંટકાવ કરવા.
ગ્રીન હાઉસ: • ગ્રીન હાઉસમાં ખૂબ જ કિંમતી પાકો ખાસ કરીને ટામેટા, લેટયુસ, પાલક, બ્રોકોલી, પાર્સલી, શેલરી વગેરે ઉગાડવા જોઈએ.
ગ્રીન હાઉસમાં ટામેટાની જાતની પસંદગીઃ બોફસ્ટેક જાતો: આ જાતના ફળો ખૂબ જ મોટા, ૧૮૦-રપ૦ ગ્રામના હોય છે અને યુરોપીયન દેશોમાં નિકાસ થાય છે. એફએ-પ૭૪, એફએ -૧૮૦ અને એફએ-પ૧૪ એ આ ગૃપની લોકપ્રિય જાતો છે.
મોટા ફળવાળી જાતોઃ આર-૧૪૪, એફએ-૧૮૦, એફએ-૧૭૯ વગેરે જાતોનો આ ગૃપમાં સમાવેશ થાય છે. કેટલીક ભારતીય જાતો જેવી કે નવીન, નન-૭૭૧૧, એન.એસ. ૬૪૬, જી.સી. ૬૦૦, અર્કા વર્દાન અને અર્કા વિશાલ વગેરે છે.
કલ્સ્ટર ટાઈપઃ આ જાતોમાં ૪-૭ ના ઝુમખામાં આવે છે. એચએ – ૬૪૬, એફએ-પપ૬, એફએ -પર૧, રેડગોલ્ડ, બાદશાહ, શકિતમાન, સમ્રાટ વગેરે જાતો છે.
ચેરી ટાઈપઃ એકદમ નાની સાઈઝમાં આવે છે. બીઆર-૧ર૪ અને એચએ – ૮૧૮ ખૂબ જ લોકપ્રિય જાતો છે.
આંબોઃ- • આંબામાં ભૂકીછારાના અસરકારક નિયંત્રણ માટે મોર નીકળ્યાની શરૂઆત થાય ત્યારથી ર૦ દિવસને અંતરે નીચેનામાંથી ગમે તે એક ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.
હેકઝાકોનાઝોલ પ ઈસી (૧૦ મિ.લિ. /૧૦ લિટર પાણી)
વેટેબલ સલ્ફર ૮૦% વે.પા. (૩૦ ગ્રામ /૧૦ લિટર પાણી)
ટ્રાયડીમોર્ફ ૮૦ ઈસી (પ મિ.લિ. / ૧૦ લિટર પાણી)
કાર્બેન્ડાઝીમ પ૦% વે.પા. (પ ગ્રામ /૧૦ લિટર પાણી)
ચોમાસા પછી આંબાના પાકમાં બોર્ડો પેસ્ટ લગાવો તેમાં ૧ કિલો મોરથુથું + ૨ કિલો લીલો ચૂનો આને ૨૦ લિટર પાણીમાં નાખી ઝાડનાં થડ ઉપર ૩ ફૂટ સુધી લગાવો. તે ઉપરાંત ૧ કિલો મોરથુથું + ૨ કિલો લીલો ચૂનો આને ૧૦૦ લિટર પાણીમાં નાખી ઝાડ ઉપર છંટકાવ કરવો.
બગીચામાં મધમાખીનો ઉછેર કરવાથી ફળણ ક્રિયામાં વધારો થાય છે.
બોરઃ ભૂકીછારાનાં નિયંત્રણ માટે રોગની શરૂઆત થાય કે તરત જ દ્રાવ્ય ગંધક ૮૦ વે.પા. ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઇસી ૧૦ મિ.લિ. અથવા હેકઝાકોનાઝોલ ૫ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. બીજા બે છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. પાણીની અછતવાળા વિસ્તારમાં ગંધકની ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે રાખ સાથે ભેળવીને સવારના સમયે ઝાકળ હોય ત્યારે રોગની શરૂઆત જણાય કે તરત જ છંટકાવ કરવો.
સીતાફળ મિ.લિ.બગનાં નિયંત્રણ માટેઃ • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) મેટારીઝીયમ એનીસોપ્લી નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા વર્ટીસિલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. • વધુ ઉપદ્રવ જણાય તો ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૫ મિ.લિ. અથવા કિવનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી તેમાં ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાઉડર ઉમેરી છંટકાવ કરવો.
પપૈયા પાનનો કોકડવા / પચરંગીયો / રીંગ સ્પોટ વાયરસનાં નિયંત્રણ માટે
ઉભા પાકમાં રોગ જણાય તો રોગિષ્ઠ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો.
લીમડાનું તેલ ૧ મિ.લિ. / લિટર પાણી અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી રોગને કાબુમાં લઈ શકાય છે. રસાયણ/ રાસાયણિક બંધારણ પર આધારિત વર્ગીકરણઃ સંયોજનની પરમાણુ રચનાના આધારે, જંતુનાશકોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે. કાર્બનિક અને અકાર્બનિક. સલ્ફર અને ચૂનો જેવા પ્રારંભિક રાસાયણિક જંતુનાશકો અકાર્બનિક હતા. મોટાભાગના આધુનિક જંતુનાશકો કાર્બનિક રસાયણો છે. ઓર્ગેનિક જંતુનાશક દવાઓને પેટા વિભાજિત કરી શકાય છે જ બે જૂથોમાં વહેંચાય છેઃ પ્રાકૃતિક કાર્બનિક અને કૃત્રિમ સજીવ કે જેને આગળ કાર્બન સાથે જોડાયેલ રાસાયણિક મોહ પર આધારિત વર્ગીકૃત કરીએ તો ઓર્ગેનોક્લોરિન, કાર્બામેટ્સ, નિયોનિકોટિનોઇડ્સ વગેરે. દા.ત. ક્લોરપાયરીફોસ, ડાયકોફોલ, ફેનવાલેરેટ, થિયામેથોકઝામ, બાયફેનથ્રિન.












































