ધારી તાલુકાના દલખાણીયા ગામે ઘરેલુ વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું હતું. જેમાં પત્નીએ તેના પતિ ભરતભાઈ કાળુભાઈ મકવાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં ભરતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, પતિ ભરતભાઈ નિયમિતપણે દારૂ પીને ઘરે આવતા હોવાથી પત્ની અવારનવાર ઉશ્કેરાઈ જતી હતી.આ જ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પત્નીએ ગુસ્સામાં આવીને પાઇપથી હુમલો કર્યો હતો.હુમલા બાદ ઈજાગ્રસ્ત ભરતભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ધારીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ધારી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.







































