જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં સિંહની અવરજવર હવે સામાન્ય બની ગઈ છે. તાજેતરમાં, ગામમાં શિકારની શોધમાં આવેલા બે સિંહો અને બે વાછરડાં વચ્ચેની લડાઈના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ દૃશ્યોમાં જોઈ શકાય છે કે બે સિંહો ગામમાં પ્રવેશે છે, પરંતુ ત્યાં હાજર બે વાછરડાંએ હિંમત બતાવી હતી. વાછરડાંએ સિંહ તરફ ધસી જઈને તેમને પડકાર્યા હતા. વાછરડાંની આ હિંમત જોઈને સિંહો ડરી ગયા હતા અને ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા. આ ઘટનાએ ગામ લોકોમાં આશ્ચર્ય થયુ હતુ. સિંહો હવે ગામડાંમાં પણ નિયમિતપણે આવવા લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.







































