રાજ્યભરમાં ૯ નવેમ્બરથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી શરૂ થઈ હતી. મોટાભાગના કેન્દ્રો પર ખરીદીનો પ્રારંભ થયો હતો, પરંતુ ઉના તાલુકામાં પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ શકી નથી. ઉના તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી અને ૧.૫ લાખ બારદાન પણ આવી ગયા હતા. તેમ છતાં, ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ રૈયાણીએ ઉમેર્યું હતું કે, કમિટી તરફથી મંજૂરી મળ્યા બાદ રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની યાદી આવશે અને તેમને મેસેજ મોકલવામાં આવશે ત્યાર પછી જ ખરીદીનો પ્રારંભ થશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, જલદી મંજૂરી મળી જશે અને ટેકાના ભાવે ખરીદીના નિર્ધારિત પેરામીટર્સ મુજબ પ્રક્રિયા શરૂ થઈ શકશે.