જાફરાબાદના વઢેરા ગામે ખાડામાં ડૂબી જવાથી આધેડનું મોત થયું હતું. બનાવ અંગે અજયભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા ગોવિંદભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ.૫૪) ડેમના પાળા પાસેના ખાડામાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.પી. બારૈયા બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.










































