લીલીયા મોટા મામલતદાર કચેરી ખાતે તા.૦રના રોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં તાલુકા સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં લીલીયાના વિવિધ વિસ્તારોમાં માર્ગ, પાણી, સફાઈ, આરોગ્યલક્ષી કામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગ દરમ્યાન નુકસાન થયેલ પાકોનો ખેતરે જઈ સર્વે કરવાને બદલે એક જ સ્થળેથી આખા ગામની ખેતીને થયેલ નુકસાનનો સર્વે કરવા બાબતે કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ધારાસભ્ય કસવાલાને ટેલીફોનિક જાણ કરવામાં આવેલ હતી. આ તકે લીલીયા તેમજ લીલીયા તાલુકાના વિવિધ પ્રશ્નો ત્વરિત હલ કરવા સહિતની સૂચનાઓ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી. આ તકે મામલતદાર બલદેવભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, ગૌતમભાઈ વિછીયા, કાનજીભાઈ નાકરાણી, બાબુભાઈ ધામત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.