રાજુલાની શ્રી બાપા સીતારામ પીટીસી કોલેજમાં પીટીસી પૂર્ણ કરેલ તાલીમાર્થીઓનો ૧૫ વર્ષ બાદ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં તમામ પૂર્વ પ્રાધ્યાપકોના ઋણ સ્વીકાર કરવામાં આવ્યા અને તેમને સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ હતા. કોલેજના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ અને અધ્યાપકોએ તેમના કોલેજ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થા અને ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું.








































