મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે વિપક્ષ મહા વિકાસ આઘાડીમાં જોડાવાની વધતી અટકળો વચ્ચે, રાષ્ટÙવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના નેતા સુપ્રિયા સુલેએ બુધવારે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય હિતમાં સાથે આવવામાં કંઈ ખોટું નથી.
જોકે, સુપ્રિયા સુલેએ એ પણ સ્પષ્ટતા કરી કે ગઠબંધનમાં સામેલ કરવાનો અંતિમ નિર્ણય વરિષ્ઠ સ્ફછ નેતાઓ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવશે.
પુણેમાં પત્રકારો સાથે વાત કરતા, સુપ્રિયા સુલેને પૂછવામાં આવ્યું કે શું સ્ફછ ને રાજ ઠાકરેમાં નવો સાથી મળ્યો છે. જવાબમાં, તેમણે કહ્યું, “રાષ્ટ્રીય હિતમાં સાથે આવવામાં કંઈ ખોટું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું, “સ્ફછમાં રાજ ઠાકરેને સામેલ કરવાનો નિર્ણય વરિષ્ઠ નેતાઓ દ્વારા લેવામાં આવશે. આ મુખ્ય રાજકીય નિર્ણયો છે અને કેમેરાની સામે લેવામાં આવતા નથી. આવી ચર્ચાઓ મીટિંગમાં થાય છે. અમે મીટિંગ પછી નિર્ણય વિશે જણાવીશું.”
સુપ્રિયા સુલેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે, મંગળવારે, રાજ ઠાકરે,એનસીપી એસપી વડા શરદ પવાર અને શિવસેના-યુબીટી વડા ઉદ્ધવ ઠાકરે સહિત ટોચના વિપક્ષી નેતાઓ સાથે, મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમને મળ્યા હતા. બેઠકમાં વિપક્ષી નેતાઓએ મતદાર યાદી સહિત ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી.
મુખ્ય ચૂંટણી અધિકારી સાથેની બેઠકમાં રાજ ઠાકરેની સક્રિય ભાગીદારીએ ફરી ચર્ચા શરૂ કરી દીધી છે કે શું એમએનએસ ટૂંક સમયમાં વિપક્ષી સ્ફછ ગઠબંધનનો ભાગ બની શકે છે. રાજ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેના ભેગા થવાને મહારાષ્ટ્રના રાજકારણમાં એક મુખ્ય વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે.









































