ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ અને બહાઉદ્દીન સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતર-કોલેજ ચેસ સ્પર્ધામાં કોડીનારની જે.એસ. પરમાર આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની ખુશાલી દિલીપભાઈ લાખણોત્રાએ ચેસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કોલેજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેની આ સિદ્ધિ બદલ ભ.ભા. ટ્રસ્ટ, કોલેજના આચાર્ય બી.એચ. ઝણકાટ અને સમગ્ર સ્ટાફ દ્વારા તેને સન્માનિત કરવામાં આવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






































