રાજુલામાં આહીર એજ્યુકેશન સમિતિ દ્વારા દર વર્ષે દિવાળી પછી કારતક સુદ ત્રીજના દિવસે જુદાજુદા ગામે તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવા સરકારી નોકરીયાતોના સન્માન માટેનો કાર્યક્રમ અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ સન્માન સમારોહ બારપટોળી મુકામે આયોજીત થશે. આ સન્માન સમારોહ માટે તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવા નોકરીયાતોની માહિતી એકઠી કરવા માટે બુધવારે આહીર સમાજની વાડી ખાતે એક મિટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં દરેક ગામના સમિતિના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તા.૨૦/૯/૨૫ સુધીમાં તમામ માહિતી એકઠી કરી લેવાનું નક્કી કર્યુ હતું.







































