રાજુલા તાલુકાના લુણસાપુર અને લોઠપુર ગામના ખેડૂતોએ ૨૨૦ KV વીજ ટ્રાન્સમિશન લાઇનના વળતરના મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. રાજુલા-જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિએ પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.સમિતિના જણાવ્યા મુજબ, કેટલાક સર્વે નંબરોમાં જૂના ઠરાવ પ્રમાણે વળતર નક્કી કરાયું છે, જ્યારે અનેક જમીનમાલિકોને વળતર ચૂકવ્યા વિના કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી પહેલાં નોટિસ પણ આપવામાં આવી ન હોવાનો આક્ષેપ કરાયો છે.