ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, સાથે જ નિવેદનબાજી પણ થઈ છે. બંને પક્ષોના નેતાઓ વધુ બેઠકો માટે દબાણની રાજનીતિમાં વ્યસ્ત છે. આ દરમિયાન, સપા સાંસદ શિવપાલ સિંહ પટેલે કોંગ્રેસની ૧૫૦ બેઠકોની માંગ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને ૫૦ બેઠકો આપવી પણ મોટી વાત હશે. સપા પટેલે રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો.પ્રતાપગઢના સપા સાંસદે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અમેઠીને બદલે રાયબરેલીથી લડી હતી કારણ કે તેઓ “ખૂબ ડરી ગયા હતા.” તેમણે કહ્યું કે તેઓ ચૂંટણીમાંથી ખસી જવા માટે તૈયાર હતા, પરંતુ અખિલેશ યાદવના સમજાવટ પછી રાયબરેલીથી લડવા માટે સંમત થયા.
શિવપાલ સિંહ પટેલે કહ્યું કે જા કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન ન કર્યું હોત, તો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એક પણ બેઠક જીતી શકત નહીં. અહીં, સપાએ ખુલ્લેઆમ કોંગ્રેસને ટેકો આપ્યો હતો. સપાનો દરેક મત કોંગ્રેસના ઉમેદવારોને ગયો. સપાએ ૩૭ બેઠકો જીતી, અને તેથી કોંગ્રેસે પણ છ બેઠકો જીતી.
સાંસદે કહ્યું કે સમાજવાદી પાર્ટી દરેકનું સન્માન કરે છે. જે લોકો સાથે ઉભા રહે છે તેમને સમાન તકો મળે છે. હવે, દલિત મતદારો પણ સપાની પાછળ એકઠા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસને કોઈપણ પીડીએથી બહુ ફાયદો થવાની શક્યતા નથી. તેથી, કોંગ્રેસે ૫૦ થી વધુ બેઠકોની માંગણી ન કરવી જાઈએ.તેમણે કહ્યું કે યુપી ગઠબંધનમાં, આપણે ફક્ત મોટા ભાઈ નથી, પણ ખૂબ મોટા ભાઈ છીએ. કોંગ્રેસ પાર્ટીએ આ સમજવું જાઈએ. કોંગ્રેસ અન્ય રાજ્યોમાં મજબૂત હોઈ શકે છે, પરંતુ યુપીમાં, તેણે ગઠબંધનનું મહત્વ સમજવું જાઈએ. અહીં સાથે રહેવાથી બંને પક્ષોને ફાયદો થશે. નહીં તો, કોંગ્રેસ શૂન્ય થઈ જશે.







































