રાજુલા તાલુકાના કાગવદર ગામના ધર્મેશભાઈ નાથાભાઈ લાખણોત્રા પરિવાર દ્વારા સ્વ. ભીમાભાઈ માણસુરભાઈ વાઘ ખાંભલીયા તથા સર્વ પિતૃઓના મોક્ષાર્થે હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. તા.૨૦ સપ્ટેમ્બરથી શરૂ થયેલી કથામાં ૧૫૦ ભક્તો જોડાયા છે. નિજાત્મપ્રેમ ધામ આશ્રમ ખાતે સાગરભાઈ શાસ્ત્રીજી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ભક્તો ગંગાસ્નાન કરી કથાશ્રવણ સાથે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરી રહ્યા છે.










































