વહેલી સવારે સ્વીટ્‌ઝર્લૅન્ડના પ્રખ્યાત લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટ ટાઉન ક્રેન્સ મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં ઘણા લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સ્વીસ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. સ્વીટ્‌ઝર્લૅન્ડમાં વિસ્ફોટનું સ્થળ રાજધાની બર્નથી બે કલાક દૂર સ્થિતત છે. વિસ્ફોટ બાદ બચાવ કામગીરી ચાલી રહી છે.

સ્વીસ પોલીસે જણાવ્યું હતું કે રિસોર્ટ બારમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. દક્ષિણપશ્ચિમ સ્વીટ્‌ઝર્લૅન્ડના વેલેસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લેથિયોને જણાવ્યું હતું કે વિસ્ફોટ કોઈ અજ્ઞાત કારણસર થયો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટ લે કોન્સ્ટેલેશન નામના બારમાં થયો હતો, જે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

વિસ્ફોટની માહિતી મળ્યા બાદ, પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વિસ્ફોટ સ્થળ અને આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે.

ક્રેન્સ મોન્ટાના એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને રજાઓ માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. નવા વર્ષની પૂર્વ સંધ્યા દરમિયાન ખાસ કરીને ભીડ સક્રિય હોય છે. પોલીસ કહે છે કે તપાસ ચાલી રહી છે. ફોરેન્સીક ટીમો પુરાવા એકઠા કરી રહી છે અને બારમાં હાજર લોકોના ઇન્ટરવ્યુ લઈ રહી છે.