સમાજમાં ઘટતા જન્મદર અને પરિવારોમાં એક જ સંતાન અથવા સંતાન નહીં કરવાનો વધતો ટ્રેન્ડ વચ્ચે સુરતમાં કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમાજની દક્ષિણ ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્ય સભામાં બાળ પ્રોત્સાહન યોજના અંતર્ગત ત્રીજા સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા માટે નવજાતના નામે રૂ. ૫૦ હજારની ફિક્સ ડિપોઝિટ (એફડી) કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિગતે વાત કરીએ તો, સુરતમાં કડોદરા ખાતે યોજાયેલી કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્ય સભામાં આ અંગે ચર્ચા બાદ નિર્ણય લેવાયો હતો. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, આજની યુવા પેઢીમાં પરિવારને એક જ સંતાન સુધી મર્યાદિત રાખવાની અથવા સંતાન ન કરવાનો વિચાર વધતો જોવા મળી રહ્યો છે. તેના કારણે સમાજની વસ્તીમાં ઘટાડો થવાની ચિંતા વચ્ચે પરિવારોમાં વધુ સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા આ યોજના શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
સમાજ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ પરિવારમાં ત્રીજા સંતાનનો જન્મ થાય ત્યારે નવજાતના નામે રૂ.૫૦ હજારની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ત્રીજું સંતાન દીકરો હોય કે દીકરી, બંનેને સમાન રીતે આ લાભ આપવામાં આવશે. એટલું જ નહીં, પરિવારમાં ત્રણ કે તેથી વધુ સંતાન હોય તો જન્મ લેનારા સંતાનને પણ સમાજ તરફથી રૂ.૫૦ હજારની સહાય આપવાની જોગવાઈ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. સમાજ દ્વારા આ રકમની હ્લડ્ઢ માટે મહત્તમ ૧૦ વર્ષની સમયમર્યાદા રાખવામાં આવશે.
કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનોનું માનવું છે કે સમાજમાં જન્મદર ઘટવાથી ભવિષ્યમાં વસ્તીનું પ્રમાણ ઘટી શકે છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં નાની ફેમિલીનો ટ્રેન્ડ વધ્યો છે અને ઘણા યુવા દંપતી એક જ સંતાનને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પરિવારમાં ત્રીજા સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાયનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજનો દાવો છે કે આ યોજના યુવા પરિવારોને મોટા પરિવાર અંગે વિચારવા માટે પ્રોત્સાહિત કરશે અને લાંબા ગાળે સમાજની વસ્તીમાં સંતુલન જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.
આ યોજનામાં દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદ રાખવામાં આવ્યો નથી. ત્રીજા સંતાન તરીકે જન્મ લેનાર બાળકના નામે રૂ.૫૦ હજારની કરવામાં આવશે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, આ નિર્ણયનો એક હેતુ પરિવારમાં દીકરા અને દીકરીના જન્મને લઈને જાવા મળતા અસંતુલનને ઘટાડવાનો પણ છે. સમાજ દ્વારા ત્રણ સંતાન ધરાવતા પરિવારોને પ્રોત્સાહિત કરવામાં આવતા બાળકના જન્મને માત્ર દીકરાના સંદર્ભમાં નહીં પરંતુ દીકરો કે દીકરી બંનેને સમાન રીતે જોવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આજના સમયમાં શિક્ષણ, કારકિર્દી, આર્થિક જવાબદારીઓ અને જીવનશૈલીમાં આવેલા ફેરફારોને કારણે અનેક યુવા દંપતી એક જ સંતાન રાખવાનું પસંદ કરે છે. કેટલાક પરિવારોમાં તો સંતાન નહીં કરવાનો નિર્ણય પણ જાવા મળે છે. આવી માનસિકતામાં પરિવર્તન લાવવા માટે સમાજ સ્તરે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત હોવાનું આગેવાનોનું માનવું છે. રૂ.૫૦ હજારની આ યોજના યુવા દંપતીઓને ત્રીજા સંતાનના જન્મ અંગે વિચારવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસ તરીકે જાવામાં આવી રહી છે.






































