સાવરકુંડલામાં મહિલાના રહેણાંક મકાનેથી ૧૦ લીટર દેશી દારૂ પકડાયો હતો. હાથસણી રોડ રાધેશ્યામ સોસાયટીમાંથી મહિલાના મકાનમાંથી દેશી પીવાનો ૧૦ લીટર દારૂ મળ્યો હતો. પોલીસે ૨૦૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમેરલી અને રાજુલામાંથી બે-બે તથા મરીન પીપાવાવમાંથી એક મળી કુલ પાંચ ઇસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.





































