સાવરકુંડલામાં સ્વ. નવીનચંદ્ર રવાણીના પુત્ર ચંદ્રેશભાઈ રવાણીના નિવાસસ્થાને વર્ષોની પરંપરા મુજબ મિત્ર વર્તુળોનું એક સ્નેહમિલન મળેલ હતું. જેમાં આંતરિક સુખ-દુઃખની વાત કરીને એસઆઈઆર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં અમુભાઈ માનસેતા, હરિભાઈ સાગર, મહેશભાઈ મશરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા, મહેશભાઈ જ્યાણી, કમલેશભાઈ માગિયા, ઉસ્માનભાઈ પઠાણ, , નાસીર ચોહાણ, હિતેષભાઇ સરૈયા, વિપુલ ઉનાવા, નવીનભાઈ ગોળવાળા, ઇરફાનભાઈ કુરેશી, ફારૂક કાદરી, રાજેભાઈ ચોહાણ, હસુભાઈ બગડા, પરીક્ષિત શિયાળ, રમેશભાઈ જીયાણી, બટુકભાઈ ઉનાવા, શશીકાંતભાઈ અઢિયા, યુસુફભાઈ કુરેશી, દિલીપ જીરુકા વિગેરે વિવિધ જ્ઞાતિના પ્રમુખો આગેવાનો સામાજિક સેવાકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.