સાવરકુંડલામાં રહેતો એક યુવક બીયરના ૫ ટીન સાથે પકડાયો હતો.ધ્રુવગીરી સુરેશગીરી રાઠોડ (ઉ.વ.૨૦) ના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના બીયર ટીન નંગ-૦૫ મળી આવ્યા હતા. પોલીસે કુલ કિ.રૂ.૭૩૫નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં દસ મહિલા સહિત ૨૯ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૨૩ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીને ફરતા પકડાયા હતા.









































