અમરેલી નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંટાળીયા મહાદેવના મંદિરની દાન પેટી તસ્કરોએ તોડીને રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. તેમજ પ્રેમ સાહેબ બાપુ આશ્રમ, લાઠીયા પરિવાર તેમજ ડોબરીયા પરિવારના માતાજીના મઢ અને જાત્રોડા ગામે દોડમિયા પરિવારના માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા હતા. આં.રા.હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મહામંત્રી નિર્મળભાઇ ખુમાણ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ લીલીયા તાલુકાના પ્રમુખ રમેશભાઈ ભડકોલીયા, મહામંત્રી રમેશભાઈ વેકરીયા, ધર્મેશભાઈ દાનાભાઈ રાજુભાઈ તેમજ અંટાળીયા ગામના પ્રમુખ સહિતનાઓએ ચોરી કરનાર તસ્કરોને તાત્કાલિક પકડવામાં આવે તેવે તાત્કાલિક તેવી માંગ કરી છે