અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી.વાઘેલા દ્વારા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.આ દરખાસ્ત મંજૂર થતાં જ રાજુલાના ૨૦ વર્ષીય આરોપી સુજલ ઉર્ફે હુડ્ડી રાજુભાઈ સોલંકીને પાસા વોરંટની બજવણી કરી પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. રાજુલાના તત્વજ્યોતિ વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય સોનુ ઉર્ફે ભુરો મકવાણાની પોલીસે ગંભીર ગુનામાં ધરપકડ કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો હતો. જયારે તુષાર ગુણવંતભાઈ બગડા રહે. સાવરકુંડલાવાળાને પાસા તળે મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી અપાયો છે. અમરેલી જિલ્લા પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.








































