સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજાયેલા ૧૮૦મા ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ તંદુરસ્તી અને સપ્લીમેન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સપ્લીમેન્ટ ખોરાક કે દવા નથી, પરંતુ શરીરમાં ખૂટતા પોષક તત્વોની પૂરક જરૂરિયાત માટે લેવામાં આવે છે. સપ્લીમેન્ટ ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય માત્રામાં લેવું જોઈએ. સંતુલિત આહાર અને જીવનશૈલી તંદુરસ્તીનો આધાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
ન્યુટ્રા હેલ્થ કેર પ્રા.લિ.ના ડાયરેક્ટર બીપીનભાઈ કસવાળાએ જણાવ્યું કે બદલાતી ખાણીપીણીની આદતોને કારણે પોષક તત્વોની ઉણપ વધી રહી છે. યોગ્ય ખોરાક સાથે જરૂરિયાત મુજબ સપ્લીમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. ડા. નાનુભાઈ હરખાણીએ પણ વિટામિન અને પોષણના મહત્વ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉધના ઉદ્યોગનગરના પ્રમુખ વિમલભાઈ સાકરિયાનું અભિવાદન કરાયું હતું.