અળદની દાળ બનાવવાની સરળ રીત
સામગ્રીઃ
• અળદની દાળ–૧ કપ
• પાણી–૩ કપ
• હળદર– ઘ ચમચી
• મીઠું– સ્વાદ પ્રમાણે
વઘાર માટેઃ
• ઘી અથવા તેલ–૨ ચમચી
• રાઈ–ઘ ચમચી
• જીરું–ઘ ચમચી
• સૂકા લાલ મરચાં–૧–૨ (તોડેલા)
• હીંગ–ચપટી
• લસણ–૪–૫ કળી (ઇચ્છા મુજબ)
• લીલા મરચાં–૧ (ઇચ્છા મુજબ)
• કરી પત્તા–૬–૭
________________________________________
બનાવવાની રીતઃ
૧. દાળ ધોવોઃ અળદની દાળને સારી રીતે ધોઈ લો.
૨. ઉકાળોઃ કુકરમાં દાળ, પાણી, હળદર અને મીઠું નાખી ૩–૪ સીટી આવે ત્યાં સુધી ઉકાળો.
૩. મસળોઃ દાળ ઠંડી થાય પછી સારી રીતે મસળી લો.
૪. વઘાર બનાવોઃ કડાઈમાં ઘી/તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, હીંગ, સૂકા લાલ મરચાં, લસણ, લીલા મરચાં અને કરી પત્તા નાખો.
૫. દાળમાં ઉમેરોઃ તૈયાર વઘાર દાળમાં નાખી ઉકાળો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો.
૬. પીરસોઃ ગરમા-ગરમ અળદની દાળભાત કે રોટલી સાથ પીરસો.
ખાસ ટીપ્સઃ
• ખટાશ માટે થોડું આમચૂર અથવા લીંબુનો રસ ઉમેરી શકો.
• વધુ સ્વાદ માટે અંતમાં થોડું ઘી ઉપરથી નાખો.
• ગુજરાતીને ગમતી મીઠી દાળ માટે ચપટી ગોળ ઉમેરી શકો.
ઘઉંના લાડવા બનાવવાની પરંપરાગત રીત
સામગ્રીઃ
• ઘઉંનો લોટ–૨ કપ
• દેશી ઘી–ખ કપ
• ગોળ (ખમણેલો) –૧ કપ
• એલચી પાવડર–ઘ ચમચી
• સૂકામેવાં (કાજુ, બદામ, કિસમિસ) –ભ કપ (વૈકલ્પિક)
________________________________________
બનાવવાની રીતઃ
૧. લોટ શેકવોઃ
કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ઘઉંનો લોટ નાખી મધ્યમ તાપે સતત હલાવતા રહો. લોટ સુવર્ણ રંગનો થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકો.
૨. ઠંડુ થવા દોઃ
લોટને ગેસ પરથી ઉતારી હળવો ગરમ રહે ત્યાં સુધી ઠંડો થવા દો.
૩. ગોળ ઉમેરોઃ
હવે તેમાં ખમણેલો ગોળ અને એલચી પાવડર ઉમેરો. સારી રીતે મિક્સ કરો.
૪. મેવાં ઉમેરોઃ
સૂકામેવાં ઉમેરીને ફરી મિક્સ કરો.
૫. લાડવા બાંધોઃ
મિશ્રણમાંથી થોડું લઈ હાથથી દબાવી ગોળ લાડવા બાંધી લો.
________________________________________
ખાસ ટીપ્સઃ
• લોટ વધારે ઠંડો થઈ જાય તો લાડવા બાંધવામાં મુશ્કેલી પડશે.
• ગોળ બહુ ગરમ લોટમાં ન નાખશો, નહીં તો પીગળી જશે.
• લાંબા સમય સુધી રાખવા હોય તો એરટાઈટ ડબ્બામાં સંગ્રહ કરો.
મેથીપાક બનાવવાની પરંપરાગત રીત
સામગ્રીઃ
• મેથીના દાણા–ઘ કપ
• ઘઉંનો લોટ–૧ કપ
• દેશી ઘી–૧ કપ
• ગોળ (ખમણેલો) –૧ઘ કપ
• દૂધ–ઘ કપ
• એલચી પાવડર–ઘ ચમચી
• સૂંઠ પાવડર–ઘ ચમચી
• જાયફળ પાવડર–ચપટી
• સૂકામેવાં (કાજુ, બદામ) –ભ કપ (ઇચ્છા મુજબ)
________________________________________
બનાવવાની રીતઃ
૧. મેથી તૈયાર કરોઃ
મેથીના દાણા ૬–૮ કલાક પલાળી રાખો. પછી પાણી કાઢી હળવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ઠંડા થયા પછી દરદરા પીસી લો.
૨. લોટ શેકવોઃ
કડાઈમાં ઘ કપ ઘી ગરમ કરી ઘઉંનો લોટ ધીમી આંચે સુવર્ણ રંગનો થાય ત્યાં સુધી શેકો. (ક્રમશઃ)










































