ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ બેટ્‌સમેન વિનોદ કાંબલી ફરી એકવાર સમાચારમાં છે. તેનો એક નવો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ક્રિકેટ ચાહકોને ચોંકાવી રહ્યો છે અને દુઃખી કરી રહ્યો છે. આ વીડિયોમાં, તે એક વૃદ્ધાશ્રમમાં જાવા મળે છે. આ દિગ્ગજ ખેલાડીને આવી સ્થિતિમાં જાઈને લોકો તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જાકે, વાયરલ વીડિયોમાં, વિનોદ કાંબલી પોતે ઘરના સુવિધાઓ અને સારા વાતાવરણની પ્રશંસા કરતા જાવા મળે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, વિનોદ કાંબલી વૃદ્ધાશ્રમ વિશે વાત કરતા જાવા મળે છે. વીડિયોમાં, વિનોદ કાંબલી કહે છે, “હું હાલમાં સારવાર લઈ રહ્યો છું. હું કહેવા માંગુ છું કે અહીં સુવિધાઓ ખૂબ સારી છે.” તેમણે ત્યાંની વ્યવસ્થાની પ્રશંસા કરતા કહ્યું, “સ્વચ્છતા અને બીજું બધું એકદમ ફર્સ્ટ-ક્લાસ છે. મને અહીં રહેતા સમયે ક્યારેય એવું લાગતું નથી કે હું ઘરે નથી. મને અહીંના લોકો તરફથી ઘણો પ્રેમ અને આદર મળે છે.”
કાંબલીનો આ વીડિયો સામે આવતાની સાથે જ, ઇન્ટરનેટ પર ક્રિકેટ ચાહકો ખૂબ ચિંતિત થઈ ગયા. ઘણા લોકોએ તેમની સ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું, જ્યારે અન્ય લોકોએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. વિનોદ કાંબલી બીમારી, નાણાકીય સમસ્યાઓ અને વ્યક્તિગત સમસ્યાઓને કારણે છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. અગાઉ, તેમના ટેકા વિના ચાલી ન શકતા હોવાના વીડિયો વાયરલ થયા હતા, જેના કારણે ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ દુઃખી થયા હતા.
વિનોદ કાંબલીએ ભારત માટે ૧૭ ટેસ્ટ મેચ રમી, જેમાં ૫૪ ની પ્રભાવશાળી સરેરાશથી ૧,૦૮૪ રન બનાવ્યા અને ચાર સદી ફટકારી. તે ૧૦૦૦ ટેસ્ટ રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્‌સમેન પણ છે. તાજેતરમાં, યશસ્વી જયસ્વાલ આ રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યા હતા, પરંતુ તેમણે ૧૬ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી અને બીજા સ્થાને રહ્યા. વનડેમાં, કાંબલીએ ૧૦૪ મેચ રમી અને લગભગ ૩૨ ની સરેરાશથી ૨,૪૭૭ રન બનાવ્યા, જેમાં બે સદી અને ૧૪ અડધી સદીનો સમાવેશ થાય છે.