આવતી કાલથી ગુજરાતમાં આવેલા સાસણ સહિત તમામ સફારી પાર્ક પ્રવાસન ગતિવિધિ માટે ફરી એક વખત શરૂ થવા જઈ રહ્યા છે. વન વિભાગે આવતી કાલથી સાસણ, બરડા, આંબરડી, ગિરનાર સહિત ચોમાસાના ચાર મહિના બંધ રહેતા ગુજરાતના અન્ય સફારી પાર્ક પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત માં વન્યજીવ પ્રવાસન માટે ગીર દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની રહ્યું છે. જેને ધ્યાને રાખીને પણ આજથી ઓનલાઇન સફારી બુકિંગ સહિત તમામ કાર્યવાહી જે વન વિભાગ હસ્તક છે તે શરૂ કરી દેવામાં આવશે. વહેલી સવારે પ્રવાસીના જથ્થા સાથે પ્રથમ જીપ્સીને સિંહ દર્શન માટે સાસણ ગીર અભ્યારણ્ય વિસ્તારમાં જવા દેવામાં આવશે. ખાસ છે કે દ્વારા ગુજરાતમાંથી ચોમાસાની વિધિવત વિદાય થઈ ગઈ હોવાથી જાહેરાત કરાતા આ વખતે સફારી પાર્ક વહેલા શરૂ કરવામાં આવ્યા છે.
ગીર વન્યજીવ વર્તુળના વન સંરક્ષક ડો. રામ રતન નાલાએ આપેલી વિગતો અનુસાર, આવતીકાલે સવારે ૦૬ વાગ્યે અને ૩૦ મિનિટથી પ્રથમ સફારીને વિધિવત રીતે ગીર અભયારણ્ય વિસ્તારમાં મોકલવામાં આવશે. ત્યારથી ગુજરાતમાં ગીરમાં આવેલા તમામ રાષ્ટÙીય અભયારણ્યો કે જે પ્રવાસન ગતિ વિધિ માટે બનાવવામાં આવ્યા છે, તેમાં તમામ ગતિવિધિ ફરી એક વખત ચોમાસાના ચાર મહિના બાદ શરૂ થવા જઈ રહી છે. ગત વર્ષે રાષ્ટÙપતિ દ્રોપદી મુર્મુના સાસણ પ્રવાસ વખતે પણ ત્રીજી ઓક્ટોબરના દિવસે સાસણ ગીર સફારી પાર્ક વિધિવત રીતે શરૂ થયું હતું. ત્યારબાદ આ વખતે નવ ઓક્ટોબરના દિવસે સાસણ સફારી પાર્કને શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે પાછલા વર્ષોની સરખામણીએ ૧૫ મી જુલાઈ સાસણ સહિત ગિરનાર તમામ સફારી પાર્ક બંધ કરવામાં આવે છે અને ૧૬ મી ઓક્ટોબરના દિવસે ફરીથી તેને શરૂ કરવામાં આવે છે. આ પરંપરામાં આ વર્ષે એક અઠવાડિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ૧૬મી ઓક્ટોબરના દિવસે વિધિવત રીતે શરૂ થતું સફારી પાર્ક એક અઠવાડિયા પહેલા ૯મી ઓક્ટોબરના દિવસે શરૂ થવા જઈ રહ્યું છે જેને કારણે વન્યજીવ સાથે જાડાયેલા પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ પણ એક અઠવાડિયા પહેલા સિંહ દર્શન અને અન્ય જીવ સૃષ્ટિને ચાર મહિના પછી જાવાનો આનંદ પણ વ્યક્ત કરી શકશે.