લાઠી નગરપાલિકા આજે ખાતે વિકસિત ભારત સંકલ્પ અન્વયે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. પ્રમુખ દયાબેન જમોડના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, મામલતદાર રાજ્યગુરુભાઇ, ચીફ ઓફિસર રવિ વેકરીયા, ઉપપ્રમુખ બાબુભાઈ ધોળકિયા, કારોબારી ચેરમેન પારુલબેન ડેર ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ-વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અને વિકસિત ભારત સંકલ્પ અભિયાન હેઠળ અનેકવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જનકલ્યાણ શિબિર કાર્યક્રમમાં સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.