લાઠીના સુવાગઢ ગામની સીમમાં યુવકને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. હાર્દિકભાઈ જેન્તીભાઈ પડાયા (ઉ.વ.૨૨)એ ગઢડા તાલુકાના વિકળીયા ગામના પરેશભાઈ પોપટભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની તથા આરોપીને વાડીએ જવાનો રસ્તો એક જ છે. આ રસ્તા ઉપર તેઓ ચાલતા સારૂ લાગ્યું નહોતું. જેથી તેમને એક ઝાપટ મારી લોંખડનાં પાઇપ વડે જમણા પગે લોંખડનાં ત્રણ-ચાર ઘા માર્યા હતા. ઉપરાંત ડાબા ખંભે પણ લોખંડનો એક ઘા મારી મુંઢ ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી એ ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.