બાબરા પંથકમાં બે મહિલાએ વિવિધ કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. લાઠીના સભાડીયા ગામે રહેતા સંજયભાઇ બુધાભાઇ મકવાણા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, બાબરા કાકરીયા ચોરાએ રહેતા જાગૃતિબેન નરેશભાઇ પાટડીયા (ઉ.વ.૨૩)એ માનસિક બીમારીથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બીજા બનાવમાં બાબરાના ચમારડી ગામે રહેતા દેવરાજભાઇ ભગવાનભાઇ વિકાણી (ઉ.વ. ૫૨)એ જાહેર કર્યા મુજબ, વિજ્યાબેન દેવરાજભાઇ વિકાણી (ઉ.વ. ૫૦)એ લાંબા સમયથી મગજ અને હદયની બિમારીના કારણે કંટાળી જઇ ઘઉંમાં નાંખવાના ટીકડા ખાઇ આત્મહત્યા કરી હતી.