રાજુલા પોલીસ વિભાગ દ્વારા બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઓમાં સુરક્ષા અને
જાગૃતિની ભાવના વિકસે તે હેતુથી વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ડ્ઢરૂજીઁ નયનાબેન ગોરડિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ગુડ ટચ-બેડ ટચ, વ્યક્તિગત સુરક્ષા તેમજ સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને અયોગ્ય વર્તન સામે નિર્ભયતાથી અવાજ ઉઠાવવાની અને પોતાની સુરક્ષા માટે જરૂરી સાવચેતીઓ રાખવાની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા અને સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં ઁજીં શિલ્પાબેન જાની સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.








































