ગુજરાત સરકારના ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત રાજુલા તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. સ્પર્ધામાં જતિન ચૌહાણે શાનદાર રમત અને વ્યૂહાત્મક વિચારશક્તિનું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો. જ્યારે વિપુલભાઈ લહેરીએ ઉત્તમ પ્રદર્શન સાથે દ્વિતીય સ્થાન મેળવી રનર-અપ બન્યાહતા. વિજેતાઓને રમતપ્રેમીઓ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.








































