રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’માં જાડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેનો હેતુ યુદ્ધ પછી ગાઝામાં શાસન અને પુનર્નિર્માણની દેખરેખ રાખવાનો છે. આ માહિતી રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિન દ્વારા આપવામાં આવી હતી.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પુતિનને પણ શાંતિ બોર્ડમાં જાડાવાનું આમંત્રણ મળ્યું છે. રશિયા વોશિંગ્ટન સાથે પ્રસ્તાવની બધી ઘોંઘાટ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ગાઝા માટે શાંતિ બોર્ડનું અધ્યક્ષપદ સંભાળશે. યુદ્ધગ્રસ્ત પ્રદેશનું સંચાલન કરવા માટે જવાબદાર પેલેસ્ટનિયન ટેકનિકલ નિષ્ણાતોની એક સમિતિનો પણ સમાવેશ કરવામાં આવશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે ‘શાંતિ બોર્ડ’ ની રચના કરી છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર નિવેદન અનુસાર, આ બોર્ડ ટ્રમ્પના ‘ગાઝા સંઘર્ષનો અંત લાવવાની વ્યાપક યોજના’ નામના ૨૦-પોઇન્ટ રોડમેપનો ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગાઝામાં શાંતિ, સ્થિરતા, પુનર્નિર્માણ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે.
વ્હાઇટ હાઉસના નિવેદનમાં જણાવાયું છે કે શાંતિ બોર્ડની સ્થાપના યુએન સુરક્ષા પરિષદના ઠરાવ અનુસાર કરવામાં આવી હતી જે ટ્રમ્પની યોજનાને સમર્થન આપે છે. બોર્ડની ભૂમિકા ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા અને ગાઝામાં શાંતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક દેખરેખ પૂરી પાડવા, આંતરરાષ્ટીય સંસાધનોને એકત્ર કરવા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની છે.
આભાર – નિહારીકા રવિયા










































