એઆઇએમઆઇએમ પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) દરમિયાન નકલી ફોર્મ ૭ અરજીઓ દાખલ કરવાના આરોપો પર હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી.શનિવારે મિલાદ મેદાનમાં ૫૭મા ‘જલસા-એ-મિલાદ-ઉન-નબી’ને સંબોધતા ઓવૈસીએ કહ્યું, “જા નકલી ફોર્મ ૭ ફાઇલ કરવામાં આવી રહ્યા છે, તો અમે ચૂંટણી પંચને ગુનેગારો સામે કાર્યવાહી કરવા અપીલ કરીએ છીએ. જા આ નાટક બંધ નહીં થાય, તો યાદ રાખો, હૈદરાબાદની શેરીઓ અને ગલીઓમાં વિરોધ પ્રદર્શન થશે, દિલ્હીના જંતર-મંતર કરતાં પણ મોટા, અને આનાથી તમને ઘણી મુશ્કેલી પડશે. મજલિસ-એ-ઇત્તેહાદુલ મુÂસ્લમીન ચૂપ નહીં બેસે.”
ફોર્મ-૭ નો ઉપયોગ મતદાર યાદીમાં કોઈના નામના સમાવેશ સામે વાંધો ઉઠાવવા અથવા ચોક્કસ કારણોસર એન્ટ્રી દૂર કરવાની વિનંતી કરવા માટે થાય છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે ભાજપ અને સંઘ પરિવાર મુÂસ્લમ મતદારોને અંતિમ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ફોર્મ-૭ નો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “મુદ્રિત ફોર્મ-૭ સબમિટ કરવામાં આવી રહ્યા છે જેમાં યાદીમાંથી દૂર કરવાના વ્યક્તિનું નામ છે, પરંતુ ફોર્મ ભરનાર વ્યક્તિનું નામ અને વિગતો આપવામાં આવી નથી. જા આવું થઈ રહ્યું છે, તો તે સંપૂર્ણપણે ખોટું છે.”
તેમણે ભારતના ચૂંટણી પંચને આ બાબતની નોંધ લેવા અપીલ કરી. તેમણે કહ્યું, “અમે તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને પણ જાણ કરી રહ્યા છીએ કે આવું થવા દેવું જાઈએ નહીં.”
અગાઉ, ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સવ રિવિઝન (એસઆઇઆર) મૂળભૂત રીતે એક બેકડોર દ્ગઇઝ્ર હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ આ પ્રક્રિયાનો ઉપયોગ નાગરિકતા પરીક્ષણ તરીકે કરશે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં, ઓવૈસીએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી શરૂઆતથી જ એસઆઇઆરનો વિરોધ કરતી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રક્રિયા સમસ્યાઓ ઊભી કરશે અને આખરે રાષ્ટÙીય નાગરિક રજિસ્ટર માટે આધાર તરીકે ઉપયોગમાં લેવાશે.