ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ તુર્કીને એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાની સંભવિત યુએસ યોજનાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. નેતન્યાહૂ માને છે કે આવા પગલાથી મધ્ય પૂર્વમાં શÂક્તનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જશે. નેતન્યાહૂએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને આ સોદાને મંજૂરી ન આપવા માટે વ્ય્તાક્તિગત રીતે અપીલ કરી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન તુર્કી પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનું વિચારી રહ્યા છે.
બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, “અમેરિકાના સૌથી અદ્યતન ફાઇટર જેટ, એફ-૩૫, તુર્કીને આપવાથી તે અમેરિકાનું સાથી બનશે નહીં.” તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનનો ઉલ્લેખ કરતા નેતન્યાહૂએ કહ્યું, “તુર્કીમાં મુÂસ્લમ બ્રધરહુડની વિચારધારાથી પ્રભાવિત સરકાર છે અને તે અમેરિકાને નફરત કરે છે.”
બેન્જામિન નેતન્યાહૂએ વધુમાં કહ્યું, “એર્દોગન અમેરિકા માટે બિલકુલ આદર્શ સાથી નથી. તે મારા દેશ, વિશ્વના એકમાત્ર યહૂદી રાષ્ટ્રનો નાશ કરવાની ધમકી આપે છે.” નેતન્યાહૂએ ચેતવણી આપી હતી કે તુર્કીને એફ-૩૫ ફાઇટર જેટ પૂરા પાડવાથી દૂરગામી પરિણામો આવશે.
નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું હતું કે, “તુર્કી એવી શક્તિ નથી જે શાંતિ અને સ્થિતિ સ્થાપિત કરી શકે. જા અમેરિકા તેમને આટલી બધી લશ્કરી શક્તિ આપે, તો તેઓ ફક્ત આક્રમકતા જ જાશે.” ઇઝરાયલી પીએમએ એમ પણ કહ્યું હતું કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સીધી અપીલ કરી હતી કે તેઓ તુર્કીને એફ-૩૫ ફાઇટર જેટ ન વેચે, કારણ કે આમ કરવાથી મધ્ય પૂર્વમાં શકિતનું સંતુલન ખલેલ પહોંચશે.
હકીકતમાં, નાટો સમિટમાં હાજરી આપવા માટે અંકારા પહોંચેલા ટ્રમ્પે કહ્યું, “અમારા તુર્કી સાથે સારા સંબંધો છે, અને ઘણી રીતે, તુર્કી અન્ય દેશો કરતાં વધુ વફાદાર રહ્યું છે જેમની પાસેથી અમે વફાદારીની અપેક્ષા રાખી હતી.” ટ્રમ્પે વધુમાં કહ્યું, “હ્લ-૩૫ એક ઉત્તમ ફાઇટર જેટ છે. અમે ચોક્કસપણે તેને વેચવાનું વિચારીશું.”
ટ્રમ્પે એ પણ ખાતરી આપી હતી કે રશિયા પાસેથી જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા બદલ અમેરિકા ટૂંક સમયમાં તુર્કી પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવશે. ટ્રમ્પે કહ્યું, “અમે પ્રતિબંધ હટાવવા જઈ રહ્યા છીએ. અમે અમારા સાથીઓ પર પ્રતિબંધો લાદવા માંગતા નથી.”





































