નાની છોકરીઓ અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે

બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ગુરુવારે બિહાર સરકારની ટીકા કરતા આરોપ લગાવ્યો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે અને પોલીસ સ્ટેશનોમાં વ્યાપક ભ્રષ્ટાચારથી જનતા પીડાઈ રહી છે. ‘એકસ’ પર એક પોસ્ટમાં, તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે રાજ્યમાં અનિયંત્રિત અરાજકતાનું વાતાવરણ છે, જ્યાં હત્યા, લૂંટ, અપહરણ અને ખંડણી માંગવા જેવી ઘટનાઓ દરરોજ બની રહી છે.
તેજશ્વી યાદવે લખ્યું, “બિહારમાં દરરોજ હત્યાઓ થઈ રહી છે. લૂંટ, અપહરણ અને ખંડણી માંગણીઓ થઈ રહી છે. યુવાન છોકરીઓ અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે, અને ગુનેગારો મુક્તપણે ફરે છે.” મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓનો ઉલ્લેખ કરતા તેજસ્વી યાદવે કહ્યું કે ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જ્યારે પોલીસ સ્ટેશનો અને વહીવટી બ્લોકમાં વ્યાપક ભ્રષ્ટાચારને કારણે જનતા પીડાઈ રહી છે.
તેજસ્વી યાદવે કહ્યું, “પોલીસ સ્ટેશનો અને બ્લોકમાં વ્યાપક ભ્રષ્ટાચારને કારણે જનતા પીડાઈ રહી છે. પોલીસ દારૂબંધીના નામે પૈસાની ઉચાપતમાં રોકાયેલી છે. આ બધા મુદ્દાઓ પર મુખ્યમંત્રીની બકવાસથી કંઈ પ્રાપ્ત થશે નહીં.” ગુરુવારે, બિહારના જમુઈ જિલ્લામાં ૧૦મા ધોરણની વિદ્યાર્થીની પર હુમલો થયાના થોડા દિવસો પછી, સમસ્તીપુર જિલ્લામાંથી એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં બદમાશો ધોળા દિવસે એક યુવતી પર હુમલો કરતા દેખાય છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જાકે વાયરલ વીડિયોની હજુ સુધી ચકાસણી કરવામાં આવી નથી, તે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ઘટના કરપુરી ગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવતા જગત સિંહ એમ્બેન્કમેન્ટ વિસ્તારમાં બની હતી.
જાકે આ વીડિયો ક્યારે લેવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસે ફૂટેજના આધારે કાર્યવાહી શરૂ કરી છે. જેડી(યુ)ના નેતા રાજીવ રંજને આ ઘટનાની સખત નિંદા કરી અને કહ્યું કે જા ગુનેગારો આવા ગુનાઓના પરિણામો અને જમુઈમાં લેવાયેલી કાર્યવાહીમાંથી શીખ નહીં લે, તો તેમને જેલનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું, “જા આવા ગુનાઓમાં સામેલ ગુનેગારો જમુઈ ઘટનામાં લેવાયેલી કાર્યવાહીની ચેતવણીનું પાલન નહીં કરે, તો તેઓ જેલના સળિયા પાછળ જશે.” તેમણે વધુમાં કહ્યું, “જે લોકો આવા વીડિયો બનાવે છે અને આવી પ્રવૃત્તિઓ માટે પોતાના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમને બક્ષવામાં આવશે નહીં.” આ કેસની તપાસ ચાલી રહી છે અને વધુ માહિતીની રાહ જાવાઈ રહી છે.
અગાઉ, જમુઈમાંથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે સગીરો સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવામાં આવી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ, આ ઘટનાએ લોકોમાં આક્રોશ અને રાજકીય પ્રતિક્રિયાઓ ફેલાવી હતી. જમુઈ કેસમાં, પોલીસે વીડિયો ફેલાવનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ સામે પણ કાર્યવાહી કરી છે. એવું જાણવા મળ્યું છે કે સગીરની ઓળખ છતી કરતા ફૂટેજ શેર કરવા બદલ આશરે ૧૨૦ પ્રોફાઇલ્સ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
અધિકારીઓએ કુંદન કુમાર, ફયાઝ અને રામાશીષ કુમારની ધરપકડ કરી છે. જમુઈ પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર સગીર પીડિતોના વાંધાજનક અથવા જાહેર કરનારા વીડિયો અથવા પોસ્ટ શેર ન કરે. બાકીના શંકાસ્પદોને પકડવા માટે પોલીસ ટીમો દરોડા પાડી રહી છે, જ્યારે પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા આરોપીની જમુઈ સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.