બાબરા શહેરના કડા વિસ્તારમાં ભગવાધારી ગ્રુપ દ્વારા ગણેશોત્સવ ૨૦૨૫નું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રોજિંદા ત્રણ વખત આરતી સાથે રાત્રે રાસ-ગરબા અને વિવિધ ગ્રુપોની કૃતિઓ રજૂ થાય છે. અમરાપરાની બાળાઓએ આ પ્રસંગે મનમોહક પ્રસ્તુતિ આપી હતી. આ ભવ્ય આયોજન માટે ગ્રુપના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ગણેશોત્સવ ઉપરાંત ભગવાધારી ગ્રુપ રામનવમી, જન્માષ્ટમી, હનુમાન જયંતી, હોળી તથા ગૌસેવામાં પણ સક્રિય સેવા આપે છે.









































