બાબરા તાલુકાના ઘરાઈ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધા મળી રહે તે હેતુથી રૂ. ૫૧ લાખના ખર્ચે ચાર નવા ઓરડાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. નવા ઓરડાના નિર્માણથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સુવિધાયુક્ત વાતાવરણ મળશે તેમજ શાળાની શૈક્ષણિક વ્યવસ્થામાં પણ સગવડતા વધશે. આ પ્રસંગે જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, લાઠી-બાબરા-દામનગર વિધાનસભા મતવિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને પાણી સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસે અને બાળકોને ઉત્તમ વાતાવરણમાં શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના મહામંત્રી, સરપંચ, ભાજપના કાર્યકરો, આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






































