બાબરા શહેરના ગેબી વિસામા ખાતે ભગવાન રામદેવજી મહારાજના સાનિધ્યમાં અષાઢી સુદ બીજ મહોત્સવ ૧૬ જુલાઇએ ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. મહોત્સવ અંતર્ગત સવારે ૧૦ઃ૦૦ કલાકે આરતી તથા નેજા પૂજન, સાંજે ૪ઃ૦૦ કલાકે પાઠ-જ્યોત દર્શન, ત્યારબાદ સાંજે ૫ઃ૦૦ કલાકે ભજન-સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. સાંજે ૫ઃ૦૦ વાગ્યાથી મહાપ્રસાદ (ભોજન પ્રસાદ) અવિરત શરૂ રહેશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો લાભ લેશે. ગેબી વિસામાના મહંત રાજુબાપુએ બાબરા શહેર તથા આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને ભગવાન રામદેવજી મહારાજના દર્શન, મહાપ્રસાદ અને સંતવાણીનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.







































